Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

વાઘની ચામડીઅને નખની તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ, ચારની ધરપકડ

પટેરી વાઘની સ્કિન અને પંજાની દાણચોરી કરતી ગેંગને કોંનગાવ પોલીસે પકડી છે.  પોલીસે છટકું ગોઠવી આ ગેંગનો પર્દાફાશ કર્યો છે.  આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.  વાઘની ​​ત્વચા અને પંજા આ ટોળકી પાસેથી કબજે કરવામાં આવ્યાં છે.

કોનન ગાવની પોલીસે રાષ્ટ્રીય વન્યપ્રાણીઓની ચામડી અને પંજાની દાણચોરી કરવા બદલ એક ટોળકીને પકડી છે, ધરપકડ કરાયેલાઓમા પ્રશાંત સિંગ 21 ,ચેતન માંજે ગૌડા (23, વડાલા, મુંબઇ), આર્યન મિલિંદ કદમ (23, વડાલા) પૂર્વ, મુંબઇ) અને અનિકેત અચ્યુત કદમ (25, સાયન કોલીવાડા, મુંબઇ).

સહાયક નિરીક્ષક અભિજીત પાટીલને બાતમી મળી હતી કે, કેટલાક તસ્કરો વાઘની ચામડી અને પંજા વેચવા માટે ભિવંડી તાલુકાના નાસિક-મુંબઇ બાયપાસ હાઇવે પર બાસુરી હોટલની સામે આવશે.ઇન્સ્પેક્ટર ગણપતરાવ પિંગલેના માર્ગદર્શન હેઠળ, અભિજિત પાટીલ સાથે વન વિભાગના કર્મચારીઓ અને યુદ્ધ બચાવ ફાઉન્ડેશનના વન્યપ્રાણી સંશોધનકારો સુહાસ પવાર અને યોગેશ કુંબલેએ આ કામગીરીમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી  તપાસ શરૂ કરતાં તેમની પાસે પટેરી વાઘની લાખો રૂપિયાની કિંમતોની ચામડી ક્યાંથી આવી અને તેઓ કોને કોને વેચવા માટે નાસિક હાઈવેથી મુંબઇ આવ્યા હતા?  વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતરાવ પિંગલેએ માહિતી આપી છે કે પોલીસે તપાસ શરૂ કરી છે.  પોલીસ ટીમે તસ્કરોને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.  આ કેસની વધુ તપાસ સહાયક પોલીસ નિરીક્ષક અભિજિત પાટીલ કરી રહ્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads