શહેરમાં દોઢ હજાર દર્દીઓ ઓક્સિજન પર
લૉક ડાઉન ને લીધે થાણા મહાનગરપાલિકા ક્ષેત્રમાં નવા કોરોના પેશંન્ટોની સંખ્યા ઘટી છે તેથી કોરોના મુક્ત દર્દીઓ નુ પ્રમાણ વધ્યું છે.તેમ છતાં થાણા શહેરમાં આજે પણદોઢ હજાર કરતાં વધુ પેશંન્ટો ઓક્સિજન ઉપર છે.તેમજ અસ્વસ્થ હાલતમાં ૧૭૦ પેશંન્ટો વ્હેટીલેટર ઉપર સારવાર લઈ રહેલા છે. થાણાનો મૃત્યુ દર પણ વધારે હોઈ એપ્રિલમાં અત્યારસુધી માં ૧૫૦કરતા વધુ પેશંન્ટોના મૃત્યુ પામેલા છે
થાણા પાલીકા ક્ષેત્રમાં ૧૮થી ૨૪ એપ્રિલ સુધી માં કુલ ૧૦ હજાર ૪૧૨ નવા કોરોના પેશંન્ટોનો વધારો થયો છે તેની સરખામણીમાં એક અઠવાડિયામાં ૧૧ હજાર ૩૮૫ પેશંન્ટો સાજા થઈ ઘરે આવ્યા છે.જ્યારે બીજી તરફ પાલીકામા નોંધાયેલા આકડા પ્રમાણે ૫૬ દર્દીઓ ના કોરોના ના લીધે મૃત્યુ થયેલ છે હાલમાં પાલીકા ક્ષેત્રમાં ૧૩ હજાર ૫૭૫ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.તે પૈકી ૭૭ ટકાલોકો ઘરમાં સારવાર લઈ રહ્યા છે અને ૩ હજાર ૩૩૦ પેશંન્ટો કોવિડ સેન્ટર તથા જીલ્લા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.૪૫૦ પેશંન્ટોની તબિયત સ્થિર છે જ્યારે દોઢ હજાર કરતાં વધુ પેશંન્ટો હાલ ઓક્સિજન ના સહારે છે તે પૈકી અંદાજે ૧૭૦ દર્દીઓ વ્હેન્ટીલેટર ઉપર છે.
જીલ્લાની સ્થિતિ ચિંતા જનક
થાણા જીલ્લા માં દરરોજ ચારથી પાંચ હજાર પેશંન્ટોનો વધારો થાય છે.માચૅ આખર સુધીમાં જીલ્લા માં કુલ પેશંન્ટોની સંખ્યા ત્રણ લાખ ૧૯ હજાર ૧૧ હતી તે એપ્રિલ ના ત્રીજા અઠવાડિયાની આખરે ચાર લાખ ૪૬ હજાર ૩૭૬ સુધી પહોંચી છે.એટલે ફકત ૨૪ દિવસ માં એક લાખ ૨૭ હજાર નવા પેશંન્ટો ઉમેરાયા છે. આજ સમય ગાળા માં અંદાજે એક લાખ પેશન્ટ કોરોનામાં થી સાજા થયા છે તેમ છતાં ૭૦૦ કરતાં વધુ પેશંન્ટો ના મૃત્યુ થયા છે જીલ્લામાં દિવસે સરાસરી ૩૧ થી ૩૨ વ્યક્તિ ઓના કોરોના ને લીધે મૃત્યુ થવાને લીધે ચિંતા વધીછે