કોરોના મહામારીમાં મનને સ્થિર કેવી રીતે રાખવું ?’ આ વિષય પર ઑનલાઈન વિશેષ પરિસંવાદ !
કોરોના મહામારી જ નહીં, જ્યારે અન્ય નૈસર્ગિક અથવા માનવ નિર્મિત આપત્તિ નિર્માણ થવા પાછળ આધ્યાત્મિક દૃષ્ટિકોણ દ્વારા અધર્માચરણ (ધર્મગ્લાનિ) કારણીભૂત હોય છે. પૃથ્વી પર રજ-તમનું પ્રમાણ વધે કે આધ્યાત્મિક પ્રદૂષણ વધે છે. તેનું દુષ્પરિણામ સંપૂર્ણ સમાજને ભોગવવું પડે છે. આવા સમયે ઘણીવાર સૂકા ભેગું લીલું પણ બળે છે. ‘ન મે ભક્તઃ પ્રણશ્યતિ ।’ અર્થાત્ ‘મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાને ગીતામાં કહી રાખ્યું છે; તેથી આપણે સાધના કરીને ઈશ્વરના ભક્ત થવું જોઈએ. પ્રત્યેક જણ જો સાધના અને ધર્માચરણ કરે, તો આપણે વૈશ્વિક સંકટોનો સામનો કરી શકીએ છીએ, એવું પ્રતિપાદન સનાતન સંસ્થાના ધર્મપ્રચારક સદ્ગુરુ નંદકુમાર જાધવે કર્યું. હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘કોરોના વૈશ્વિક મહામારી : મનને સ્થિર કેવી રીતે કરવું ?’ આ ઑનલાઈન વિશેષ પરિસંવાદમાં તેઓ બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ ‘ફેસબુક’ અને ‘યુ-ટ્યૂબ’ના માધ્યમો દ્વારા 12,956 લોકોએ નિહાળ્યો.
સદ્ગુરુ નંદકુમાર જાધવે ઉમેર્યું, ‘‘આજે કોરોના કાળમાં રુગ્ણોની મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઈ રહી છે. રુગ્ણાલયમાં ખાટલા (બેડ્સ), ઇંજેક્શન અને ઑક્સિજન મળતા નથી. સર્વત્ર વિદારક સ્થિતિ છે. આ વિશે વૃત્તવાહિનીઓ પર નિરંતર બતાવવામાં આવી રહેલા સમાચારોને કારણે સમાજમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું છે. મોટાભાગના લોકો તણાવ અનુભવી રહ્યા છે. આવા સમયે જો આપણે સાધના કરીએ, તો આપણામાંનું આત્મબળ વૃદ્ધિંગત થઈને આપણે સ્થિર રહી શકીએ. તે માટે પ્રત્યેકે આજે જ સાધનાનો પ્રારંભ કરવો જોઈએ.’’
હરિયાણા ખાતેના વૈદ્ય ભૂપેશ શર્માએ કહ્યું કે, હજારો વર્ષ પહેલાં મહર્ષિ ચરકે આયુર્વેદમાં લખી રાખ્યું છે કે, અપેક્ષા કરવાથી દુઃખ થાય છે અને દુઃખને કારણે રોગ થાય છે. વિદેશમાં ચર્મરોગ પરના અભ્યાસ દરમ્યાન એવું ધ્યાનમાં આવ્યું કે માનસિક ત્રાસને કારણે રોગ સાજા થવામાં વધારે સમયગાળો લાગે છે. તેથી પ્રત્યેક રોગ પર શારીરિક ઉપચાર સાથે જ માનસિક અને આધ્યાત્મિક ઉપચાર કરવા જોઈએ. આ માટે પ્રત્યેકે પશ્ચિમી જીવનપદ્ધતિ ત્યજી દઈને ભારતીય જીવનપદ્ધતિ ભણી વળવુ જોઈએ. પ્રતિદિન યોગાસનો, પ્રાણાયામ, વ્યાયામ સાથે જ યોગ્ય આહાર, નિદ્રા, વિહાર કરવાથી આપણને તેનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર સારી રીતે લાભ થાય છે.
આ સમયે બોલતી વેળાએ હિંદુ જનજાગૃતિ સમિતિના મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોના સમન્વયક શ્રી. આનંદ જાખોટિયાએ કહ્યું કે, જાપાનમાં કોરોના કાળમાં આત્મહત્યાઓનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં પણ તેવી જ સ્થિતિ છે. નિરંતર વધનારો તણાવ એ તેનું કારણ છે. તેથી શારીરિક ઉપચાર કરતી વેળાએ પ્રત્યેકે મનોબળ વધારવું જોઈએ. એ માટે અનેક વર્ષ સંશોધન કરીને સનાતન સંસ્થાના સંસ્થાપક તેમજ આંતરરાષ્ટ્રીય કીર્તિના માનસોપચારતજ્જ્ઞ પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળજી આઠવલેજીએ અભિનવ ઉપચારપદ્ધતિ શોધી કાઢી છે. મનને સકારાત્મક ઊર્જા પ્રદાન કરનારી સ્વયંસૂચનાની ઉપચાર પદ્ધતિને કારણે હજારો લોકો તણાવમુક્ત બન્યા છે. આ સ્વયંસૂચના પ્રત્યેક કુટુંબ જો પોતાની દિનચર્યામાં સમાવી લે તો સંપૂર્ણ સમાજને તેનો લાભ થઈ શકે છે.
આપનો નમ્ર, શ્રી. રમેશ શિંદે રાષ્ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ (9987966666)