‘કોરોના મહામારીમાં પણ લાખો હિંદુઓનું ધર્માંતર’ આ ઑનલાઈન વિશેષ સંવાદ દ્વારા ‘ધર્માંતર પ્રતિબંધ’ની માગણી !
કોરોનાની વૈશ્વિક મહામારીના કાળમાં નિઃસ્વાર્થ ભાવથી સહકાર્ય કરવાની આવશ્યકતા હોય ત્યારે આ સમયમાં ‘હિંદુઓનું ધર્માંતર કરવું એક મોટી તક છે’, એવું ધર્માંતર કરનારાઓ માની રહ્યા છે અને તેવો પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ માનવતા માટે એક મોટું કલંક છે. નૈસર્ગિક આપત્તિ, યુદ્ધ, નક્ષલવાદ જો ચાલુ રહે, તો હિંદુઓનું ધર્માંતર ચાલુ જ રહેશે, એ જ ઇચ્છા ધર્માંતર કરનારા ખ્રિસ્તી મિશનરીઓ મનમાં ધરીને બેઠાં છે. હિંદુઓના દેવતાઓ વિશે ઘૃણા નિર્માણ કરીને અને ‘ખ્રિસ્તી પંથનું આચરણ કરીને યેશુનું નામ લેવાથી કોરોના તમારું કાંઈ બગાડી શકશે નહીં’, એમ કહીને ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતર કરી રહ્યા છે, એવું ગંભીર પ્રતિપાદન ઇંદોર ખાતેના શ્રી અખંડાનંદ આદિવાસી ગુરુકુલ આશ્રમના મહામંડલેશ્વર આચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદ સરસ્વતીજી મહારાજે કર્યું. તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘ચર્ચા હિંદુ રાષ્ટ્ર કી’ કાર્યક્રમ અંતર્ગત ‘કોરોના મહામારીમાં પણ લાખો હિંદુઓનું ધર્માંતર : શા માટે અને કેવી રીતે ?’ આ ઑનલાઈન ‘વિશેષ પરિસંવાદ’માં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ ‘ફેસબુક’ અને યુ-ટ્યૂબ’ના માધ્યમ દ્વારા 14777 લોકોએ નિહાળ્યો.
હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા શ્રી. ચેતન જનાર્દને આ સમયે કહ્યું કે, ‘અનફોલ્ડીંગ વર્લ્ડ’ સંસ્થાના વિશેષ કાર્યકારી અધિકારી ડેવિડ રિવસ્ એ હાલમાં જ ‘અમારી સંસ્થા વતી કોરોના કાળમાં ભારત ખાતે એક લાખ હિંદુઓનું ધર્માંતર કરવામાં આવ્યું અને ચર્ચ દ્વારા 50 હજાર ગામડાઓ દત્તક લેવામાં આવ્યાં છે’ એવું વક્તવ્ય કર્યું. બાયબલનું વિવધ ભાષાઓમાં ભાષાંતર કરવાના નામ હેઠળ આ વિદેશી સંસ્થાનું ધર્માંતરનું કામ આપણા દેશમાં ચાલુ છે. હજી પણ આપણે કોરોના પર પૂર્ણ રીતે નિયંત્રણ મેળવી શક્યા ન હોવા છતાં પણ આપણી આ સ્થિતિનો ગેરલાભ ઊઠાવીને હિંદુઓનું ધર્માંતર કરનારી સંસ્થાઓ પર આપત્તિ વ્યવસ્થાપન કાયદા અંતર્ગત કઠોર કાર્યવાહી કરવાની માગણી હિંદુઓએ કરવી જોઈએ.
આંધ્ર પ્રદેશ ખાતેના ‘હિંદુ દેવાલય પરીક્ષણ સમિતિ’ના કૃષ્ણા જિલ્લા સમન્વયક શ્રી. કે. ઉમાશંકરે કહ્યું, ‘ચર્ચ અને મસ્જિદોને મળેલો નિધિ તેમના પંથના પ્રચારપ્રસાર માટે ઉપયોગમાં લેવાય છે; પરંતુ હિંદુઓનાં મંદિરો નિયંત્રણમાં લઈને મંદિરો માટેનો પૈસો સરકારી કામો માટે વાપરવામાં આવે છે. જો ભારતના હજી 2-3 ટુકડા જોવા ન હોય, તો દેશમાં ‘ધર્માંતર પ્રતિબંધ’નો કાયદો લાગુ કરવો જોઈએ. વર્તમાન સ્થિતિમાં ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જાત-પાતનું રાજકારણ કરીને હિંદુઓનું મોટી સંખ્યામાં ધર્માંતર થઈ રહ્યું છે. આરોગ્ય અને આર્થિક બાબતોને લઈને પણ ધર્માંતર થઈ રહ્યું છે.’
આ સમયે મુંબઈ ખાતેના વૈદ્યકીય તજ્જ્ઞ ડૉ. અમિત થડાનીએ કહ્યું કે, રુગ્ણાલયોમાં જુદા જુદા માધ્યમો દ્વારા આમિષો બતાવીને હિંદુઓનું ધર્માંતર કરવામાં આવી રહ્યું છે. આ બાબત અનેક લોકો જાણતા હોવા છતાં તેના પર ખુલ્લી ચર્ચા થતી હોવાનું જોવા મળતું નથી. જ્યારે તેના પર ખુલ્લી ચર્ચા થશે, ત્યારે જાગૃતિ થવામાં સમય લાગશે નહીં. હમણા જ ‘ઇંડિયન મેડિકલ એસોસિએશન’ના અધ્યક્ષ ડૉ. જયલાલે ધર્માંતરનું છડેચોક સમર્થન કર્યું છે. આવી વ્યક્તિ પદ પર કેવી રીતે રહી શકે ? આ સંદર્ભમાં વૈદ્યકીય ક્ષેત્રમાં પણ જાગૃતિ કરવાની આવશ્યકતા છે.
આપનો નમ્ર,
શ્રી. રમેશ શિંદે
રાષ્ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ સંપર્ક : 9987966666