Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલીમાં કપડાની દુકાનમાં ભયાનક આગ; આગમાં ત્રણ દુકાનો બળીને ખાક


ડોમ્બિવલી પૂર્વ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શિવસેનાની મધ્ય શાખાની બાજુમાં આવેલા શિવાજીરાવ વટવે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિસ્પોન્સ નામની કપડાની દુકાન છે.  બપોરે ૧ વાગ્યાની આસપાસ અચાનક જ દુકાનમાં આગ લાગી હતી.  દુકાનમાં કપડા અને લાકડાનુ ફર્નિચર હોવાથી ટૂંક સમયમાં આગ વધુ વણસી ગઈ હતી.

કલ્યાણ-ડોમ્બિવલી  મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અરૂણ જગતાપ અને મિલિંદ ગાયકવાડે આગને લઈને ડોમ્બિવલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  તે પછી તુરંત જ ફાયર બ્રિગેડના ૪ બંબાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.  બીજી તરફ, આગની જાણ થતાં પોતાના મોબાઈલો પર તસવીરો ખેંચતા વિસ્તારના નાગરિકો જમા થઈ ગયા હતા.  ભીડને વિખેરવા પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.  જોકે, આગને કારણે નજીકની સુવર્ણા નોવેલ્ટી અને દીપ્તી વાય.એન.એક્સ. સાડીની દુકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું, જે દુકાનની બાજુમાં આવેલા એક મોચીની ટપરીને પણ આગની જ્વાળાઓ પહોચી હતી.

લોકડાઉનને કારણે દુકાનો બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.  જોકે દુકાનમાં લાખો રૂપિયાની કિંમતના કપડાં અને સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે.  પ્રારંભિક માહિતી બહાર આવી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ શરૂ થઈ હતી અને સ્થળ ઉપર પાણી મારવાની કામગીરી ચાલી રહી છે.  આ બિલ્ડિંગના પહેલા માળે સાઈ પ્રિયા નામનો એક હોલ છે.  ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં લાગેલી આગ ઉપરના ફ્લોર સુધી ફેલાઈ હતી, જેનાથી હૉલને થોડું નુકસાન થયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads