Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

નિયમોના ભંગને કારણે કલ્યાણ-ડોમ્બિવલી ના વિવિધ વોર્ડમાં દુકાનો સીલ કરવાની કડક કાર્યવાહી!

Photo from google

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ  કૉર્પોરેશન ના વોર્ડ વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનો અને મેરેજ લોનને સીલ કરવામાં આવી છે. ગઈકાલે દિવસ દરમિયાન નિયમોના ભંગ બદલ મેરેજ લોન હૉલને સીલ કરવામાં આવ્યા હતા. કોરોનાના પ્રકોપને અંકુશમાં લેવા મનપાએ જરૂરી સેવાઓ સિવાયની દુકાનો અને સંસ્થાનોને ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.  આજે પણ આ હુકમના અનુસંધાનમાં વૉર્ડ એમાં નિયમોના ભંગને કારણે વોર્ડ એરિયાના અધિકારી રાજેશ સાવંતે ટિટવાળાના બજારમાં ગેરકાયદેસર રીતે ચાલતી ૩ દુકાનનો સીલ કરી દીધી હતી.  વોર્ડ સી માં નિયમોના ઉલ્લંઘનને કારણે વૉર્ડ ક્ષેત્રના અધિકારી અક્ષય ગુડદેએ  કલ્યાણ સ્પોર્ટ ક્લબની બેડમિંટન કોર્ટે આજે સીલ કરી દીધું હતું.  વોર્ડ એરિયાના અધિકારી સુધીર મોકલે વોર્ડ ડીમાં પણ નિયમોના ભંગ બદલ ૧ બીયર શોપને સીલ કરી દીધી હતી.  આઇ વોર્ડમાં નિયમોનો ભંગ કરવા બદલ વૉર્ડ એરિયા અધિકારી દીપક શિંદે આજે વડર્લી ગામમાં ૧ સલૂન, પિસવલી ગામની ૩ દુકાન, ૧ ઓટો ગેરેજ અને ટાટા પાવર રોડ પર રેડીમેડ કપડાની દુકાન સીલ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads