કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા દ્વારા પુલો પરના કામોની ધીમી ગતિ સામે બે દિવસ પહેલા મનસે દ્વારા ઠાકુરલી પુલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે આ આંદોલન બાદ મનસેના જિલ્લા પ્રમુખ પ્રકાશ ભોઇર અને કાર્યકરો વિરુદ્ધ કોરોના નિયમોના ભંગ બદલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, આ પછી મનસેએ આક્રમક વલણ અપનાવ્યું છે.
ગુનો નોંધવામાં આવ્યો હોવાથી મનસેના ધારાસભ્ય રાજુ પાટીલે ચેતવણી આપી હતી. મનસેના ધારાસભ્યએ ટિ્વટ કર્યું હતું કે ડોમ્બિવલીમાં પુલો પરનું કામ ધીરે ધીરે ચાલી રહ્યું હતું તેથી મનસેએ કરેલા આંદોલનને કારણે મનસે કાર્યકરો ઉપર કેસ દાખલ કર્યો હતો. તો પછી મનપા કમિશનર અને ડીસીપીની હાજરીમાં વડવલી પુલનું ઉદ્ઘાટન કરતા સેકડો લોકો જમા થયા હતા તેમના વિરોધમાં કેશ દાખલ કેમ નહી ? વહીવટીતંત્ર સત્તામાં રહેલા લોકોના હાથમાં ન રહેવું જોઈએ. પોલીસ પ્રત્યે હંમેશા આદર હોય છે પરંતુ અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પક્ષપાતી વલણ ન અપનાવે.
આ અંગે મનસેના જિલ્લા પ્રમુખ અને કોર્પોરેટર પ્રકાશ ભોઇરે જણાવ્યું હતું કે, પ્રશ્ન એ છે કે શું કોરોના ફાટી નીકળવાનુ કારણ મનસે છે ? મનસે પોલીસની સાથે છે.પરંતુ ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ.પરંતુ હવે પોલીસે આ અંગે વાત કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.


