પ્રેમીએ પ્રેમીકાની માતાનુ કર્યું ખૂન,આરોપી પકડાયા
આરોપી બોયફ્રેન્ડને તેની પ્રેમિકાની માતાની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. માતા તેમના પ્રેમનો વિરોધ કરતી હતી. પરિણામે, પોલીસ તપાસમાં માલૂમ પડ્યું હતું કે માતાને મારી નાખવાનુ કાવતરું યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને રચ્યું હતુ.
ઉલ્હાસનગરના કેમ્પ નંબર 4 ના 26 સેકશન વિસ્તારમાં આવેલા મકાનમાં શનિવારે મધ્યરાત્રીની આસપાસ આ ઘટના બની હતી. પોલીસે વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે પ્રિયતમની માતા આ બંનેના પ્રેમનો વિરોધ કરી રહી હતી. પરિણામે, પોલીસ તપાસમાં માલૂમ પડ્યું હતું કે માતાને મારી નાખવાનુ કાવતરું યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પ્રિયકર એ તેની પ્રેમિકાની માતાનું ગળું કાપી નાખ્યું હતુ. પોલીસે રાતોરાત સર્ચ ઓપરેશન કરી આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. દિલજીત યાદવ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા બોયફ્રેન્ડનું નામ છે અને તેની માતાની હત્યામાં સામેલ થવા બદલ તેની સાથે 15 વર્ષની એક યુવતીની પણ ધરપકડ કરવામાં આવી છે.
15 વર્ષની યુવતીએ તેની માતાને મારવાનુ કાવતરું ઘડ્યું હતુ
મૃતક વિદ્યા તાલરેજા (40) ઉલ્હાસનગર કેમ્પ નંબર 4 ના 26 સેકશન વિસ્તારમાં રહેતી હતી. તેની સાથે તેની 15 વર્ષની પુત્રી પણ હતી. દરમિયાન શનિવારે મધરાતની આસપાસ અજાણ્યા હુમલાખોરોએ વિદ્યાના મકાનમાં પ્રવેશ કર્યો હતો, તેના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. હત્યા સમયે હત્યારાઓ એ કોઈ પુરાવા રાખ્યા નહોતા. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કન્હૈયા થોરાટના માર્ગદર્શન હેઠળ સબ ઈન્સ્પેક્ટર હર્ષલ રાજપૂતે તકનીકી ધોરણે વિદ્યાની સગીર પુત્રીના ત્રણ મિત્રોની ધરપકડ કરી. સગીર યુવતીનું જીન્સ ફેક્ટરીમાં કામ કરતા આરોપી દિલજીત યાદવ સાથે અફેર હતું. વિદ્યા તેનો વિરોધ કરી રહી હતી. તેથી છોકરીએ તેના બોયફ્રેન્ડની મદદથી માતાનો કાંટો કાઢવાનો નિર્ણય કર્યો. હુ કામ પર જવાના પછી ઘરમાં સીસીટીવી ફૂટેજ હશે. મમ્મી ઘરે એકલી હોવાથી તમારી બાજુથી તેનો કાંટા કાઢી છૂટકારો મેળવો. આવા આયોજન બાદ આરોપી પ્રેમીએ યોજના મુજબ તેના નિવાસસ્થાને વિદ્યાની નિર્દયતાથી હત્યા કરી હતી.
આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી, સગીર પ્રેમિકાને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલી આપી છે.
વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર કન્હૈયા થોરાત, સબ-ઇન્સ્પેક્ટર હર્ષલ રાજપૂત, ગુનાના તપાસ કરનાર રાહુલ કાલે, સમીર ગાયકવાડ, જીતુ ચિત્તે, શિપાઈ રાઠોડ, ચવ્હાણ અને ધૂમલે રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ દિલજીતને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે 27 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ થયો છે.