સોશિયલ મીડિયા પર બનાવટી ખાતું ખોલી અને બનાવટી ફાર્મા કંપની સ્થાપીને થાણા ના એક કોન્ટ્રાક્ટરને 18.50 લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આપણી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સમજાતાં કોન્ટ્રાકટરે 11 ફેબ્રુઆરી 2021 ના રોજ આઠ શખ્સો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપીઓની શોધખોળ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું
સોશિયલ મીડિયા પર બનાવટી ખાતું ખોલી અને બનાવટી ફાર્મા કંપની સ્થાપીને થાણાના એક કોન્ટ્રાક્ટરને 18.50 લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ગુરુવારે વતૅકનગર પોલીસ સ્ટેશનમાં ગ્રેસ જેકસન અને મનીષ જૈન સહિત આઠ વ્યક્તિઓ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
થાણેના સાવરકરનગરના 49 વર્ષીય ઠેકેદારને ઠગાઈ કરવા આઠ લોકોએ આ ષડયંત્ર રચ્યું હતું. આ કૌભાંડ માટે ગ્રેસ જેકસન, ડેવિડ ટેમ, રોલિન્સ ઓવેન, એશ્લે માઇકલ, અજય મિશ્રા અને મનીષ જૈન સહિત આઠ લોકોએ ફેક ફેસબુક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેઓએ સ્પેશિયાલિસ્ટ હેલ્થ કેર ફાર્મા નામની નકલી કંપની પણ બનાવી અને તેને ગૂગલ સાઇટ પર અપલોડ કરી. તેના વિવિધ બેંકોમાં ખાતા પણ ખોલ્યા હતા ત્યારબાદ તેઓએ કોન્ટ્રાક્ટરને ભાગીદારીમાં ધંધો કરવાની મહત્વાકાંક્ષા બતાવી. ફાર્માસ્યુટિકલ કંપની હોવાનો ડોળ કરીને તે ઠેકેદાર પાસેથી 18 લાખ 50 હજાર રૂપિયા લીધા હતા. તેઓએ તેને જુદા જુદા બેંક ખાતામાં પૈસા જમા કરવા જણાવ્યું હતું. આ પ્રકારની છેતરપિંડી 2 ફેબ્રુઆરી, 2020 થી 27 ફેબ્રુઆરી, 2020 ની વચ્ચે કરવામાં આવી હતી. આપણી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સમજાતાં કોન્ટ્રાકટરે 11 ફેબ્રુઆરી 2021 ના રોજ આ આઠ શખ્સો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.