ડોમ્બિવલી નજીકના વિશાળ સંકુલમાં ૨ વાંદરાઓનો આતંક એકને કબજે કરવામાં સફળતા
ફેબ્રુઆરી 08, 2021
0
વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક અઠવાડિયાથી ડોમ્બિવલી નજીક ખોની ગામમાં "લેક શોર" સંકુલમાં આતંક ફેલાવતા બે વાંદરામાંથી એકને પકડવામાં આવ્યો છે. વન વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં અન્ય વાંદરાની ધરપકડ કરવામાં આવશે. છેલ્લા 2 મહિનાથી આ બંને વાંદરાઓનો આ સંકુલમાં ધમાચકડી મચાવી હતી. શરૂઆતમાં, સ્થાનિકોએ બાળકોને આનંદ મળે માટે કેળા અને અન્ય ફળો આપવાનું શરૂ કર્યું. અને આ વાંદરાઓનો મજાપડતા અહીં રોકાવાની આ અનેરી તક મળી. જો કે, કોરોના સમયગાળા દરમિયાન ખોરાકની અછતને કારણે, આ વાંદરાઓ સીધા સ્થાનિકોના ઘરોમાં ધુસ્યા અને ખોરાક, ફળો અને અન્ય ખાદ્ય ચીજો લેવાનું શરૂ કર્યું. ગભરાયેલા નાગરિકોએ અંતે વન વિભાગના હેલો ફોરેસ્ટ 1926 ની ટ્રોલ ફી નંબર પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદોની નોંધ લઈ કલ્યાણ વન વિભાગના ફોરેસ્ટ રેન્જ અધિકારી કલ્પના વાઘેરે ફોરેસ્ટ રેન્જર માછીદરા જાધવ અને ફોરેસ્ટ રેન્જર રોહિત ભોઇને ધટના સ્થળ પર મોકલી આપ્યા હતા. તેમણે વૉર રેસ્ક્યુ ફાઉન્ડેશનની ડોમ્બિવલી ટીમના સ્વયંસેવક વિશાલ કંથારિયાનો પણ સંપર્ક કર્યો. કલ્યાણ વન વિભાગ અને વિશાલ કંથારીયાએ અગાઉ વાંદરાઓને કોઈ ખોરાક ન આપવા અને બારી અને બાલ્કનીઓ બંધ રાખવા અપીલ કરી હતી. કલ્યાણ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં એક છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું. ઘણા અથાક પ્રયત્નો બાદ આજે સવારે બંનેમાંથી એક વાંદરો પાંજરામાં અટવાયો હતો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના આદેશથી બીજા વાંદરાને જલ્દીથી પકડવામાં આવશે અને મુકત કરવામાં આવશે, તેમ વૉર રેસ્ક્યુ ફાઉન્ડેશન ના પ્રમુખ યોગેશ કાંબલેએ જણાવ્યું હતું. ફાઉન્ડેશનના વરિષ્ઠ વન્યપ્રાણી રેન્જર્સ વિશ્વાસ કંથારિયા, મહેશ મોરે, પ્રેમ આહેર, સ્વપ્નીલ કાંબલે, વિશાલ સોનાવાણે, પાર્થ પાઠારે, રેહન મોતીવાલા, ફાલ્ગુની દલાલ અને સુહાસ પવાર તેમજ જયલા પાટિલ, તેજસ મોરે, મૂલ્યવાન સહાય પૂરી પાડી હતી.