કલ્યાણ સ્ટેશન વિસ્તારમાં નાયલોનની દોરડાને કારણે બે યુવાનોના એક વિચિત્ર અકસ્માતમાં મોત નીપજ્યાં છે. કોલસાવાડી પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મૃતકના પરિવારોએ માંગ કરી છે કે તેમની મૃત્યુ માટે જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવે, કલ્યાણ રેલ્વે સ્ટેશનમાં નાયલોનની દોરીને લીધે થયેલા અકસ્માતમાં બે મિત્રોના મોત નિપજ્યા છે
કલ્યાણ પૂર્વના કોલસાવાડી પોલીસના ક્ષેત્રમાં રહેતા યોગેશ સાંગલે અને મુકેશ રાય સારા મિત્રો હતા. મુકેશ રાય કલ્યાણ પૂર્વના જીમ્મી બાગ વિસ્તારમાં રહેતો હતો. યોગેશ સાંગલે કલ્યાણ પૂર્વમાં જગતાપ વાડીમાં રહેતો હતો. ગુરુવાર ૧૧ ફેબ્રુઆરી ના રોજ યોગેશ કામ પર જવા નિકળ્યો હતો, તેથી મુકેશ રાયે તેને બાઇક પર બેસાડીને કલ્યાણ રેલ્વે સ્ટેશન લઈ ગયો. લોકલ પ્લેટ ફોમૅ નંબર ૭ ઉપર ઉભી હતી. દરમિયાન પ્લેટફોર્મ નંબર ૭ ની બાજુના રસ્તા પર ચાલતી વખતે તેની સામે બેરિકેડને બદલે નાયલોનની દોરડી હતી જે મુકેશના ગળામાં અટકી જતાં તેનું ગળું કપાયુ હતું અને તે નીચે પડી ગયો હતો. તેની પાછળ બેઠેલા તેનો મિત્ર યોગેશ પણ નિચે પટકાયો હતો. આ વિચીત્ર અકસ્માતમાં બંન્નેનું મોત નીપજ્યું હતું. મુકેશના 2 મહિના પહેલા લગ્ન થયાં હતાં. મુકેશના ભાઇ સુનિલ રાયએ કહ્યું કે, બેરીકેડ્સને બદલે નાયલોનની દોરડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દોરડું દેખાતું ન હોવાથી આ પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. આ કેસમાં જે લોકો દોષી છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, યોગેશ મુળ નાસિકનો રહેવાસી છે.
આ સંદર્ભે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુ નો ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે એવુ એસીપી અનિલ પોવારએ જણાવ્યું હતું. આ ઘટનાનું કારણ શું? તેના માટે ખરેખર જવાબદાર કોણ છે? આ તપાસનો એક ભાગ છે. આ ઘટનાથી અહી ખળભળાટ મચી ગયો છે.