કલ્યાણ પોલીસે અંબિવલીમાં પોલીસ ટીમ ઉપર હુમલો કરનારા 18 ઈરાનીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં પાંચથી છ મહિલાઓનો પણ સમાવેશ હોવાના અહેવાલ છે.મળેલ માહીતી પ્રમાણે ગુરુવારે સવારે વસઇ ક્રાઇમ બ્રાંચની ટીમે અંબીવલીની ઈરાની વસ્તી પાસેથી એક શખ્સ ચોરની ધરપકડ કરી હતી. રસ્તામાં ઈરાનીઓએ વડવલી રેલ્વે ક્રોસિંગ નજીક પોલીસ ટીમને ઘેરી લીધી અને પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં અમોલ કોરે સહિત બે પોલીસ જવાન ઘાયલ થયા હતા અને પોલીસની ગાડી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે પત્થરમારા દરમિયાન પોલીસ કર્મીઓ જીવ બચાવવા મા વ્યસ્ત હતા, તે જ સમયે, આરોપી તક જોતા ફરાર થઈ ગયો હતો. ઘાયલ પોલીસ કર્મચારીઓની ફરિયાદના આધારે કલ્યાણની ખાડકપાડા પોલીસે 18 ઈરાનીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે ધરપકડ માટે અનેક સ્થળોએ છટકું ગોઠવ્યું છે, અને આ ઘટનામાં સંડોવાયેલા ઈરાનીઓ જલ્દીથી ધરપકડ કરવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અંબિવલીની આ ઈરાની વસ્તીને ચોરવસ્તી તરીકે ઓળખાય છે. અહીં પોલીસ ટીમ પર અનેક વખત હુમલાઓ કરવામાં આવ્યા છે, તેથી પોલીસ પણ આ ચોર વસાહતમાં જવા માટે અચકાતી હોય છે.
કેસ નોંધાયા બાદ સમગ્ર ઈરાની વસાહત ખાલી છે અને હુમલો કરનારા ફરાર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કેસમાં વાતચીત દરમિયાન ખડકપાડાના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અશોક પવારે જણાવ્યું હતું કે 18 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, અને અમે શક્ય તેટલી વહેલી તકે તેમની ધરપકડ કરીશું.