(વિષ્ણુકુમાર ચૌધરી) છેવટે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે દેશમાં ફેલાયેલી આ પ્રમાણે ની અરાજકતા ક્યાં સુધી ચાલુ રહેશે? પ્રજાસત્તાક દિને કહેવાતા ખેડુતો દ્વારા કરવામાં આવેલ હીસાખોરીની નિંદાત્મક કામગીરીને શરમજનક કહેવામાં આવેછે. આજે સ્વર્ગમાં બેઠેલા ભગતસિંહની આત્મા રડતી હશે. એક ધર્મનો ધ્વજ ત્રિરંગા સાથે લહેરાવવામાં આવ્યો હતો, જેના માટે લાખો લોકોએ તેમના શરીરનું લોહી વહેવડાવ્યું હતું. આને ખેડૂત આંદોલન ન કહી શકાય.આતો ગુંડાગર્દી કહેવાય જેઓ દેશ તોડી રહ્યાની પ્રવૃત્તિઓ કરેછે તેમને આપણે આંદોલન કહેવુએ બરોબર નથી. દેશના ગૌરવ માટે બલિદાન આપનાર સમુદાય લાલ કિલ્લા પર ચઢી જાય અને સમુદાયનું નામ ધૂળમાં મેળવીદીધુ. લાલ કિલ્લા પરથી તલવારો લહેરાવીને લૂંટારુઓ માફક આદરાયેલીયે હીસાખોરીએ સમગ્ર વિશ્વમાં દેશ બદનામી કરવામાં આવી છે. તલવાર બહાદુરીનું પ્રતીક છે. પરંતુ મુશ્કેલીમાં તલવારનો ઉપયોગ ધાર્મિક ઉપદેશનું અપમાન છે. ભારતમાં ખુલ્લેઆમ કંઈપણ કહેવાની અને કરવા માટેની સ્વતંત્રતાને ધ્યાનમાં લેવાનો હવે સમય આવી ગયો છે. પંજાબની ભૂમિને પવિત્ર ભૂમિ કહેવામાં આવે છે પરંતુ ભિંદ્રાવલે પણ આ પવિત્ર ભૂમિમાં જન્મ્યો હતો અને કૂતરાની મોતે હત્યા કરાઈ હતી. ઇતિહાસ આપણા દેશને દગો આપનારાઓને ક્યારેય માફ કરતો નથી. આજકાલ સુધી પંજાબમાં ખાલિસ્તાનને લઇને ભારે હંગામો થયો છે. તે તમામ આંદોલનોને ભારતના લોકોએ માફ કરી દીધા અને ખાલસા સંપ્રદાયોને દેશનું ગૌરવ માનવામાં આવતા રહ્યા. પરંતુ પ્રજાસત્તાક દિન પર જે કંઇક કરવામાં આવ્યું તે સંપૂર્ણપણે ખોટું હતું. આ ભૂલને ભૂલી જવી એ ભવિષ્યમાં જોખમી સાબિત થશે. આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવાનો છે કે તેમણે કોઈ પણ પ્રકારની શક્તિનો ઉપયોગ નથી કર્યો. નહિંતર, ઘણા મુશ્કેલીઓ આવત અને હીસા કરનારાઓના લોહીની લાલાશ લાલ કિલ્લાની લાલાશમાં મળી હોત. તેમને મોદીજીની ધૈર્યને નમન કરવાનું પસંદ છે. લાલ કિલ્લો, દેશની ઓળખનું પ્રતીક, કોઈપણ ચળવળનું કેન્દ્ર હોઈ શકતું નથી. જે લોકોએ ખેડુતોના નામે દેશ તોડ્યો છે અને તોડવાના કારસ્તાન રચયા છે તેઓને માફ નકરાય ફક્ત અને ફક્ત ફાંસી આપી શકાય છે કારણ કે આ દેશ કોઇ હીસા કે આવા ઉપદ્રવ બિલકુલ ચલાવી શકે નહી.
જય હિન્દ - જય તિરંગા.