થાણા વેસ્ટના શિવાઇ નગર ખાતે આવેલ એક સોના-ચાંદીની દુકાન મધ્યરાત્રી એ ઘરફોડી ચોરી થઇ છે રાત્રે બે થી અઢી વાગ્યાના સુમારે દુકાનમાંથી અંદાજે ૩ કિલો સોનાના દાગીનાઓ ચોરી ગયાનો અંદાજ છે.
મળેલી માહિતી પ્રમાણે ગઇ કાલે રાત્રે થાણાના પોખરણ રોડ પર આવેલા શિવાઇનગર ભાગમાંની વારીમાતા ગોલ્ડ નામની સોનાચાંદીના દાગીનાની દુકાનમાં આ ચોરી થઇ છે. આ ઘટનામાં ચોરોએ ચતુરાઇ વાપરીને આ ચોરી કરી છે. બીજા રાજ્યના એક વ્યક્તિએ આ જ્વેલર્સની દુકાનની બાજુની દુકાન બે મહિના માટે મહિને ૨૮ હજાર ભાડા પર રાખી હતી. પાટીલ નામના દુકાન માલિકે કોઇપણ જાતની તપાસ કર્યા વગર એક અજાણ્યા વ્યક્તિને દુકાન ભાડે આપી હતી. મારો ફળો વેચવાનો ધંધો હઇ તેના માટે આ ગાળો જોઇએ છે એવું કહીને બે મહિના ફક્ત દેખાવ કરવા માટે તેણે ફળ વેચવાના બહાને ગઇ કાલે રાત્રે બન્ને દુકાનના ભિતમાં બાકોરુ પાડી અંદર પ્રવેશી દુકાનમાં રાખેલા સોનાના સર્વે દાગીઓ ચોરી નાશી છૂટ્યા હોવાનો બનાવ થાણામાં બન્યો છે આ સંદર્ભે થાણા પોલીસ એ તપાસ શરુ કરી છે. આ અગાઉ કલ્યાણ ઇસ્ટમાં આવા પ્રકારની ચોરી જ્વેલર્સની દુકાનમાં થઇ હતી.