Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

નવા ધર સત્તાવાર છે કે બિનસત્તાવાર તે શોધવા માટે કેડીએમસીએ એક હેલ્પલાઇન શરૂ કરી

  તમે નવું મકાન ખરીદો છો?  પરંતુ શું તમારું નવું ઘર અધિકૃત છે કે અનધીકૃત?  આ સંદર્ભે, અનધિકૃત બાંધકામોને કાબૂમાં લેવા અને છેતરપિંડીથી બચવા માટે કેડીએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 



બાંધકામ સત્તાવાર છે કે  અનધિકૃત છે તેની માહિતી માટે કેડીએમસીએ ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે.  એવુ કમિશનર ડૉ.વિજય સૂર્યવંશીએ જણાવેલ છે.  કલ્યાણ ડોમ્બિવલી પત્રકારો સાથેની વાતચીતમાં, ડૉ.સૂર્યવંશીએ આ માહિતી આપી.  કલ્યાણ ડૉમ્બિવલી અને અનધિકૃત બાંધકામોનો મુદ્દો નવો નથી.  છેલ્લા કેટલાક વર્ષોમાં કલ્યાણ ડોમ્બિવલીમાં અનધિકૃત બાંધકામોમાં ખૂબજ વધારો થયો છે અને કેડીએમસી નો વહીવટ હાથમાંથી નીકળી ગયો છે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે.  તેમ છતાં કોર્પોરેશન તેના સ્તરે અનધિકૃત બાંધકામો પર કાર્યવાહી ચાલી રહી હોવાના આંકડા આપી રહ્યું છે, હકીકતમાં અનધિકૃત બાંધકામોની પ્રત્યક્ષ સંખ્યા અને તેની સામે નિગમની કાર્યવાહી ખૂબજ ટૂંકી થતી હોય તેવું લાગે છે.  લાખો રૂપિયાના ખર્ચે મકાનો ખરીદી છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવા લોકોના મનમાં પાલિકાની કાર્યવાહીના ડરની તલવાર લટકતી હોય છે.  કારવાઇ ના ડરથી થતી માનસિક વેદના, જીવનની સંપૂર્ણ કમાણી ઘર ખરીદવા માટે વપરાય છે તેમા આવા લોકોની હાલત શુ થતી હસે તેનો વિચાર કરવો જરુરી છે.  જો કે, કેડીએમસી વહીવટીતંત્રે એ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેનાથી  બિલ્ડિંગ સત્તાવાર છે કે અનધિકૃત, તે ફક્ત એક ફોન કરવાથી જાણી શકાય છે.  આ માટે કેડીએમસીએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 18002337295 શરૂ કર્યો છે.  જો તમે બિલ્ડિંગ વિશેની માહિતી પૂછશો, તો તે સંબંધિત વ્યક્તિને યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે એવુ સૂર્યવંશીએ આ વખતે જણાવ્યું હતું.  કેડીએમસી કમિશનર ડો.  વિજય સૂર્યવંશીએ લીધેલા આ નિર્ણયથી ભવિષ્યમાં આ વિસ્તારમાં ઘર ખરીદવા માગતા લોકોની આર્થિક છેતરપિંડી, માનસિક વેદના અને પગલાભરવાની લટકતી તલવાર આ ત્રણ સમસ્યાઓથી છૂટકારો મળશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads